Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરાયું

Share

ગતરોજ દશેરાના પાવન પર્વ નિમિતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વિવિધ દાતાઓની મદદથી નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . જેમાં પોલીસ અધિકારીઓના અનુરોધ થી અને પાનોલી વિસ્તારના વિવિધ ઓધોગિક એકમો , વિવિધ વેપારીઓ, વિવિધ બિલ્ડરોના અનુદાનથી આ કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું દશેરાના શુભ દિવસે લોકાર્પણ પુલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

Advertisement

વિવિધ દાતાઓ તરફથી લગભાગ ૧૨ થી ૧૩ લાખ રુપ્યના ખર્ચે નાગરિક સુવિધા કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું . આવનારા સમયમાં પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિકોને ઘણી સુવિધા મળી રહે તે હેતુસર કક્ષનું આયોજન કરવામાં આવ્યું છે . લોકોનાં માનસમાં જે પોલીસ સ્ટેશનની છાબી છે તેને બદલવા માટે પ્રફુલિત વાતાવરણ મળી રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે . જેમાં પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે રીબીન કાપી અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા . અને લોકોની સુવિધા માટે પોલીસ સ્ટેશનની બહાર બાગ પણ બનાવામાં આવ્યો છે જેથી લોકો માત્ર ડરીને જ નહી પરંતુ શાંતિનો પણ અનુભવ કરી શકે .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

અમેરીકામાં જવા નિકળેલા 9 યુવાનો ગુમ થતા આખરે પરીવાજનોએ હાઈકોર્ટમાં કરી અરજી

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનો કોલ્ડેસ્ટ દિવસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!