આરોપી ધર્મેન્દ્ર મોહન રાઠોડ રહે , ઉમંગ સોસાયટી કાપોદ્ર પાટિયા અંકલેશ્વર કે જેઓ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત ઠરાવના હંગામી ધોરણે વેરા વસુલાત કારકુન તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન હોદ્દાનો દુર ઉપયોગ કરીને ગ્રામપંચાયત સાથે વિશ્વાસધાત કર્યો હતો અને વેરા વસુલાત કુલ ૪૨,૨૨૦/- રૂપિયાના સરકારી નાંણાની ઉચાપત કરી હતી .
બનાવ અંગે વિગત વાર મળતી માહિતી અનુસાર , વાલિયા ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે તેઓને ગ્રામ પંચાયત તરફથી વેરા વસુલાતની કામગીરી કરવાની હોય છે પરંતુ કામગીરી વધુ હોવાથી તાત્કાલિક ધોરણે વેરા વસુલાત અંતે એક કારકુનને છેલ્લા ઘણા વર્ષોથી નોકરી પર રાખેલ હતો . જેમાં તેઓએ વેર વસુલાત પાવતીમાં જાતે જ સહી કરી વેરો ભર્યો હોવાનું કામ કરેલ છે. જેથી વેરા વસુલાત કારકુન દ્વારા કુલ ૪૨,૨૨૦ /-ની સરકારી નાણાની ઉચાપત કરી ગુનો કર્યો હતો .જે અંગે તલાટી કામ મંત્રીએ તેના વિરુધ્ધ અંકલેશ્વર વાલિયા પોલીસ સ્ટેશના ખાતે ગુનો નોંધાવ્યો હતો .