મધુપ્રેમહ રોગ અંગે જાગૃતતા કેળવવા તેમજ રોગની ગંભીરતાને ધ્યાને લઈને પ્રજાજનોને ડાયાબિટિશથી બચવા માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના ઉપક્રમે ડાયાબિટિશ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .
રોટરી ઇન્ડિયાના અભિયાન હેઠળ સ્સંગરા ભારતમાં એક જ દિવસે 10 લાખ લોકોના સુગર –ડાયાબિટિશ ચેકઅપ કરવાના કાર્યક્રમ હેઠળ ત્રણ રસ્તા સર્કલ , પ્રતિન ચોકડી તથા જીમખાના, ગડખોળ પાટિયા ખાતે પ્રજાજનોના નિશુલ્ક ડાયાબિટિશ ચેકઅપ દરમિયાન પ્રેસિડેંટ જિગ્નેશ પટેલ, સેક્રેટરી હેતલા પટેલ , પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ , ટ્રેઝરર જયેશ પટેલ , વળકેશ પટેલ , રાજેશ પટેલ , ઇ-ક્લબ અંકલેશ્વર ગ્રીનના પ્રેસિડન્ટડો. ઓમપ્રકાશ કૃણાલ સુથાર , રોટરેક્ટ ક્લબ ઓફ એસ.આર.આઈ.સીટી પ્રેસિદંત તથા રોટરેક્ટ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા .
Advertisement