મોબાઈલ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષોથી અંતરિયાળ અને પછાત વિસ્તારના શિક્ષણ મેળવવા માટે સહાય એવા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને વર્ષોથી મોબાઈલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત મોબાઇલ વેન એજ્યુકેશન પ્રોજેક્ટના શિક્ષકોએ હવે તેમના નજીકના વિસ્તારોમાં રહેતા પુખ્ત વયના લોકોને પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.
Advertisement
જે ખરેખર આવકારદાયક અને પ્રશંસનીય પગલું છેઆ અંગે પ્રોજેક્ટના કન્વીનર મીરા પંજવાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રોટરી ઇન્ડિયા લિટરસી મિશન (RILM) અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લાને 100% શિક્ષિત બનાવવા માટે આ એક પગલું અમે ઉઠાવ્યું છે અને અમને લોકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે.