Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ કેન્દ્રના શિક્ષકોનું સન્માન કરાયું

Share

આજરોજ અંકલેશ્વર ખાતે કાર્યરત રોટરી ક્લબની ભગીની સંસ્થા ઇનર વ્હીલ ક્લબ દ્વારા અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે જેમાં વર્ષોથી મહિલા સશક્તિકરણની સામાજિક ઉત્કર્ષ અને કામગીરી કરવામાં આવી રહી છે.

મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કોઈપણ કારણોસર શાળા છોડવા માટે મજબૂર થયેલી વિદ્યાર્થીનીઓને શિક્ષણ ઉપરાંત ગૃહ ઉદ્યોગ કરી શકે એ માટેના અનેક પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રમાં મહિલાઓને નિષ્ણાતો દ્વારા સ્ટિચિંગ શીખવવામાં આવે છે અને શાળા છોડેલી છોકરીઓ સારી રીતે નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ મેળવે છે.

Advertisement

ઇનર વ્હીલ ક્લબ દ્વારા આ તાલીમાર્થી બહેનો ને સાડી વિતરણ તેમજ રિફ્રેશમેન્ટ સાથે સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે ઇનર વ્હીલ ક્લબના PDC મીરા પંજવાણી, PDC દક્ષા શાહ, વર્તમાન પ્રમુખ સંધ્યા મિશ્રા સહિત અન્ય મહિલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન : આરોગ્ય વન અને એકતા મોલનું લોકાર્પણ….

ProudOfGujarat

માંગરોળનાં બોરિયા ગામે ખેતરનાં કૂવામાંથી વન વિભાગની ટીમે મૃત દીપડાને બહાર કાઢયો.

ProudOfGujarat

CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત અંકલેશ્વર ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!