Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં UPLના ગોડાઉનમાં આગ: ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે આગ લાગવાથી ઔદ્યોગિક વસાહતમાં અફરાતફરી મચી

Share

અંકલેશ્વર UPL-26 યુનિટના ગોડાઉનમાં વિદેશ મોકલવા ટ્રકમાંથી રો મટીરીયલ્સ ઉતારતા ફોસ્ફરસનું એક ડ્રમ ફોરક્લિપમાંથી છૂટું પડી નીચે પડતા ધુમાડા સાથે આગની ઘટના ઘટી હતી. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે જ ફોસ્ફરસ લીકેજ થતા ભીષણ આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઇ હતી. UPLના ગોડાઉનમાં એક ટ્રકમાંથી રો મટિરિયલ્સ ફોસ્ફરસનું એક ડ્રમ ફોરક્લિપમાંથી છૂટું પડી નીચે પડતા આગની ઘટના ઘટી હતી.

યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ UPL-26 કંપનીનું ગોડાઉન અંકલેશ્વર GIDC માં આવેલું છે. રવિવારે સવારે ગણેશ વિસર્જન વેળા કંપનીના ગોડાઉનમાં રો મટીરીયલ્સ એવા ફોસ્ફરસના ડ્રમને ટ્રકમાંથી ઉતરવાની કામગીરી ચાલી રહી હતી. વિદેશ મોકલવા માટે ફોસ્ફરસના ડ્રમ ગોડાઉનમાં ઉતારતી વખતે એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા ઘટના સર્જાઈ હતી. ડ્રમ નીચે પડતા જ ફોસ્ફરસ વરસતા વરસાદ વચ્ચે હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ UPL કંપનીનું ગોડાઉન અંકલેશ્વર GIDCમાં આવેલું છે. ત્યારે રવિવારે સવારે ગણેશ વિસર્જન વખતે કંપનીના ગોડાઉનમાં રો મટીરીયલ્સ એવા ફોસ્ફરસના ડ્રમને ટ્રકમાંથી ઉતરવાની કામગીરી ચાલી રહી હતી.

Advertisement

વિદેશ મોકલવા માટે ફોસ્ફરસના ડ્રમ ગોડાઉનમાં ઉતારતી વખતે એક ડ્રમ ફોરક્લિપમાંથી છટકી નીચે પડતા આગની ઘટના સર્જાઈ હતી. ડ્રમ નીચે પડતા જ ફોસ્ફરસ વરસતા વરસાદ વચ્ચે હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડા સાથે ફોસ્ફરસ સળગતા નજીક કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. UPL તેમજ બાજુમાં રહેલી ગ્લેનમાર્ક કંપનીના ફાયર ટેન્ડરો આગને કાબુમાં લેવા કામે લાગ્યા હતા. સાથે જ ફાયર અંગેનો કોલ DPMC ને આપતા તેના ફાયર ફાઈટરો પણ ટેન્ડર લઈ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.UPL-26, ગ્લેનમાર્ક અને DPMC ની 3 ટીમ ઘટના સ્થળે આગઉપર કાબુ મેળવવા ઘણી મસક્કત કરવી પડી હતી ડ્રમમાંથી લીકેજ થઈ જમીન પર પડેલું ફોસ્ફરસ સંપૂર્ણ સળગી ન જાય ત્યાં સુધી તેના મોનીટરીંગમાં રહેવું પડયું હતું.

જ્યાં સુધી લીકેજ થયેલો ફોસ્ફરસ સંપૂર્ણ દહન નહિ થાય ત્યાં સુધી સફેદ ધુમાડા બંધ નહિ થાય. UPL, ગ્લેનમાર્ક અને DPMCની 3 ટીમ ડ્રમમાંથી લીકેજ થઈ જમીન પર પડેલું ફોસ્ફરસ સંપૂર્ણ સળગી ન જાય ત્યાં સુધી તેના મોનીટરીંગમાં રહી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ફેક્ટરી ઇન્સ્પેકટર અને DPMCએ જણાવ્યું કે, UPLના અંકલેશ્વર સ્થિત ગોડાઉનમાં ફોસ્ફરસના ડ્રમ ટ્રકમાંથી લોડિંગ-અનલોડિંગ કરતી વખતે એક ડ્રમ ફોરક્લિપમાંથી છટકી નીચે પડતા આ આગની ઘટના બની હતી.


Share

Related posts

અંકલેશ્વર ગડખોલ રેલ્વે ઓવરબ્રિજ નજીક માર્ગ અકસ્માતમાં ખાનગી ન્યુઝ ચેનલનાં પત્રકારનું મોત.

ProudOfGujarat

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશાઓની નોન કમ્યુનિકેબલ રોગો અંગેની તાલીમ યોજાઈ

ProudOfGujarat

ગોધરા:વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!