ગત તારીખ 27મી ઓગસ્ટ રોજથી અચાનક જ મહાનગરોની જેમ ભરુચ જીલ્લામાં પણ ગેરકાયદેસરના પાર્કિંગ હટાવા ટોઇંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પોલીસ જાહેરનામાના જણાવ્યા મુજબ ગેરકાયદેસરના પાર્ક કરેલ ટુ વ્હીલર , ફોર વ્હીલર અને હેવી વાહનોને તોઇંગ કરી તેને જપ્ત કરી લેવામાં આવશે અને અમુક મુદ્દતનો દંડ ભરી અને પોતાનું વાહન લઈ જવામાં આવશે . પરંતુ મહાનગરોમાં ખુલ્લે જ્ગ્યાઓમાં પાર્ક કરવાની સુવિધાઓ હોય છે ત્યારે ભરુચ અને અંકલેશ્વર પંથકમાં બજારના રસ્તા પર સંકળા હોય છે
જનતા પાસે પૈસા બચ્યા નથી અને સરકાર નવા નવા નિયમો લાવી ફક્ત પૈસા વસૂલી રહી છે અને આવા નિયમોથી પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થતું હોય છે પરંતુ એ સીધો પૈસો સરકારની તિજોરીમાં જતો હોય છે.અને લોકો પોલીસ જોડે ઘર્ષણ કરતા હોઈ છે.પહેલા પાર્કિંગની સુવિધા આપો પછી દંડ વસૂલ કરો તેમ ભરુચ અને અંકલેશ્વર પંથકના જાહેર જનતાની લોક માંગ ઉઠી છે . વાહનો જીવના જોખમે મૂકીને જતાં તેને ટોઇંગ કરી લેવામાં આવેછે ટીપી સામાન્ય જનતાએ ગાડીઓ પાર્ક કરવી ક્યાં ..?
મુકેશ વસાવા, અંકલેશ્વર