Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧ ના બે રસ્તાનું ખાતમુહર્ત કરાયું.

Share

ચોમાસાની સિઝન પૂરી થવાને આરે છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર પંથકમાં રસ્તા બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર 1 માં બિસ્માર હાલતમાં પડેલા બે રસ્તાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧ ના બે રસ્તાનું ખાતમુહર્ત કરાયું. આજરોજ અંકલેશ્વરમાં આવેલા વોર્ડ નંબર ૧ માં બે રોડનું રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું જેમાં મહાવીર નગર પાસે અંબિકા નિકેતનનો બિસ્માર રસ્તો રૂપિયા 5,11,000/-ના ખર્ચે તૈયાર કરવામાં આવશે તે સહિત અન્ય રસ્તો શ્રી દર્શન સોસાયટીનો રૂપિયા 4,68,000/-નો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમ 10 લાખનાં ઉપરાંતન બે રસ્તાઓનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ વોર્ડ નંબર 1 ના સભ્ય નિલેશ ભાઈ પટેલ, કિંજલબા ચોહાણ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં.

મુકેશ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ તાલુકાના જુના તવરા ગામનાં શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

વહેલી સવારે ભરૂચ નગરના આજુબાજુના વિસ્તારને બાનમાં લેતું ધુમ્મસ નું વાતાવરણ

ProudOfGujarat

પાલેજનાં યુવાનોની પ્રામાણિકતા એક લાખની રોકડ રકમ અને મોબાઈલ ઓઝ ગામનાં મૂળ માલિકને પરત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!