Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

Share

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૩ માં ગંદકીનું સામ્રાજ્ય વાધવા પામ્યું છે ત્યારે રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક રહીશોએ ગંદકીનાં સામ્રાજ્યથી હેરાન પરેશાન થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને નગરપાલિકાની પોલ ખોલી હતી.

Advertisement

અંકલેશ્વર શહેરમાં આવેલા આદર્શ સોસાયટીમાં વોર્ડ નંબર ૩ છેલ્લા એક મહિનાથી ઉભરાટી ગટરો અને તેની દુર્ગંધને લઇને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે ઉભરાતી ગટરનું પાણી લોકોના ઘરના આંગણે સુધી પહોંચી જાય છે ત્યારે એની દુર્ગંધથી સ્થાનિકો બીમારીનો ભય સતાવી રહ્યો છે ત્યારે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી અને આ ઉભરાતી ગટરનો કોઈ નિકાલ કરવામાં આવે એવી લોક માંગ કરી હતી.

મુકેશ વસાવા , અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ વેજલપુર અંબાજી પદયાત્રા સંઘનાં ૭૫ માઈ ભક્તો ૧૩ દિવસ પદયાત્રા કરી અંબાજીમાં ૫૨ ગજની ૧૧ ધજા ચઢાવી

ProudOfGujarat

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

ProudOfGujarat

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!