અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કેટલાંક ઉદ્યોગો અવાવરૂ જગ્યાનો લાઈ લઈ કેમિકલ ઠાલવી રહ્યા છે. માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલ ટ્રક ને ગ્રામજનો એ ઝડપી પાડી તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થળ ઉપર જીપીસીબી ની ટીમ આવી પહોંચી સોલિડ વેસ્ટના સેમ્પલ લઇ વધુ કેમિકલ વેસ્ટ સાનો છે તે અંગે તપાસ આરંભી હતી.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ઉદ્યોગોના દૂષિત પાણી પ્રોસેસ કરી દરિયામાં ઠાલવતી નર્મદા ક્લિનટેક કંપની પણ હવે પ્રદૂષણ મામલે જીપીસીબીના આખ નીચે હોવાથી તેઓના માથે સંકટ ઊભું થયું છે. ત્યારે કંપનીઓ હવે તેમનું કેમિકલ વેસ્ટ ઠાલવવા માટે તાલુકાના ગામોની અવાવરું જગ્યા શોધી રહ્યા છે. અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં માટીએડ અને કોયલી ગામની વચ્ચે એકદમ અંતરિયાળ વિસ્તારમાં કાચા માર્ગ પર અવાવરું જગ્યામાં ટ્રકમાં કંપનીનો કેમિકલ યુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણી અને ડ્રમ ભરીને નિકાલ કરવા પેરવી કરતા ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી હતી .
ગ્રામજનોએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી ટ્રકમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ડ્રમ મળી આવ્યા હતા.જેમાં સોલિડ વેસ્ટ અને પ્રદુષિત પાણી ભરેલ માલુમ પડતા આ અંગે જીપીસીબીએને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સાથે એફએસએલની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલ લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે