ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને ભરૂચ જિલ્લાના વિકાસમાં સદૈવ પોતાનું સક્રિય યોગદાન આપનાર અને અંકલેશ્વરના વતની અહેમદભાઇ પટેલની ૭૨ મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અહેમદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી એચ.એમ.પી. ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે રક્તદાન શિબિર નું આયોજન કરાયું છે. આ પ્રસંગે તેમના પુત્રી મુમતાઝબેન વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ અંકલેશ્વર ખાતે કાર્યરત અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર-ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ પ્રસંગે જરૂરિયાતમંદ મહિલાઓ, બહેનો તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરાયું છે જેમાં 100 મહિલાઓને સાડીનું વિતરણ તેમજ 100 બહેનોને ડ્રેસ મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ૩૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે સ્કૂલબેગ તેમજ ડાયરાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહિત જિલ્લામાંથી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
આ ઉપરાંત અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે એમના સક્રિય પ્રયત્નોથી જ આજે ભરૂચ જિલ્લાના ઉપરાંત આસપાસના જિલ્લાના લોકો માટે એક આશીર્વાદ પુરવાર થઇ છે એ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ હોસ્પિટલ ખાતે જવિના મૂલ્યે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર : રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદભાઈ પટેલની આજે ૭૨ મી જન્મ જયંતી: હ્યુમન એઇડ ટ્રસ્ટ અને સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા જનહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું.
Advertisement