Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે : કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

Share

ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે વેક્સીન બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં કોવેક્સીન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારે જ જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સીનનુ પ્રોડક્શન શરૂ થઈ જશે. આ વાતની માહિતા આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સીનનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. આવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જોડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાનાં વેરા વસુલાત વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની અરજી પાલિકાના સત્તાધીશોને આપવા છતાં કોઈ કામગીરી નહીં થતાં અરજદારોમાં રોષ ઉઠવા પામ્યો છે.

ProudOfGujarat

સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!