Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

Share

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે

અંકલેશ્વર શહેરમાં વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે રવિવારના રોજ સાંજના સમયે ભારે વરસાદને પગલે ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું મકાનમાં રહેતા ભાડુઆતે ૧૫ દિવસ પહેલા મકાન ખાલી કરી દેતા મોટી ઘટના ટળી હતી મકાન ધરાશાયીને કારણે વીજ પોલ પણ તૂટી પડ્યો હતો જેને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો જયારે આ જ વિસ્તારમાં આવેલ અન્ય જર્જરિત તૂટી પડવાની તૈયારીમાં છે જેથી આ વિસ્તારમાં શાક માર્કેટ આવ્યું હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા વર્તાતી હોય જેથી આ મકાનને તંત્ર દ્વારા તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

Advertisement

વિનોદ પટેલ અંકલેશ્વર


Share

Related posts

અંકલેશ્વરના આંબોલી ગામના એક ખેતરમાં ઝાડ પર લટકેલી એક બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચીયા ગામે ઘરમાં પાણી ઘુસ્યા, ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યાના અહેવાલ…

ProudOfGujarat

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!