અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ પાસે આસપાસ ના વિવિધ ગામો દ્વારા ઘરેલું કચરો ખેતરો પાસે ઠાલવવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ કચરાનો નાશ કરવાની કોઈ પણ કાયમી જગ્યા ના હોવાના કારણે ગ્રામ જનો અને પંચાયતો પણ જુદી જુદી જગ્યાએ કચરો ઠાલવે છે જેના કારણે ખેતરોમાં પ્લાસ્ટિક વેસ્ટના કારણે ખેતીની ઉપજ ઉપર અસર પડી રહી છે અનેક ગામોનો પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો ગામનો કચરો અવાદર ગામે ઠલવાય રહ્યો છે. આ પ્લાસ્ટિક વેસ્ટ સહિત નો કચરો ગામ ના પશુધન આરોગી રહ્યા છે. તો ખેડૂતોના ખેતરમાં કચરો ઉડી ને આવતા પાકને નુકશાન થતા ખેતી કરવામાં સમસ્યા ઉદ્દભવી રહી છે.
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ની સીમમાં ખેતરો નજીક અવાદર સહીત આજુબાજુ ના ગામો દ્વારા ગામમાંથી નીકળતો ઘરેલુ કચરો ટ્રેકટરો વડે ઠાલવવા મા આવે છે. જે કચરો મૂંગા પશુઓ આરોગી રહ્યા છે. એટલુંજ નહિ કચરો ઉડી ખેતરો માં પહોંચી જાય છે જેને લઇ ખેતી ને નુકશાન થાય છે . કચરો નાખતા અટકાવા જતા માથાકૂટ થાય છે. જેને લઇ તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.
અંકલેશ્વર અવાદર ગામ પાસે કચરા ના ખડકાતા ઢગ થી સમસ્યા…
Advertisement