Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

Share

અંકલેશ્વર નગરના અંદાડા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આવેલા તુલસી નગર નજીક ભરબપોરે રૂપિયા ચાર લાખ ઉપરાંત રોકડ રકમની લૂટ થઈ હોવાનો બનાવ બન્યો હતો.
આ બનાવની વિગત જોતાં અંકલેશ્વર સિટી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદી ઉમેશ બલરામ ઢાકુરશાહ રહે. અંબિકા નગર અંદાડા કે જે રીચી ટેલિકોમ કંપનીમાં કેશ કલેક્શનનું કામ કરે છે ત્યારે ગત રોજ કેશ કલેક્શનના રૂપિયા ચાર લાખ સોળ હજાર ત્રણ સો બેગમાં લઈ એકટીવા પર સવાર થઈ આવી રહ્યો હતો ત્યારે સામેની દિશામાથી આવેલ મોપેડ સવાર તેમજ બીજી ત્રણ વ્યકિતઓ ફરીયાદીની એકટીવા ઊભી રખાવી નાણાં ભરેલ બેગ લૂટી લીધી હતી બનાવમાં કોઈ જાતની જપાજપી થઈ ન હતી આ લૂટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા બનાવ ની તપાસ અંકલેશ્વર પોલીસ સિટી ના ઇન્ચાર્જ પી.આઈ.જે.પી. ચૌહાણ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા બુટલેગરો પર કાયદાનો માર

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!