Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ની સજજન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં દોડધામ…

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સજજન ઇન્ડિયા કંપનીમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું ઘણું મોટુ હબ છે જેમાં કેટલીકવાર કેમિકલમાં આગ લાગી જતી હોય છે ત્યારે તેવી જ ઘટના સામે આવી હતી. આજરોજ લગભગ 12 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેથી કામદારોમાં ભાગદોડ મચી જતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા ફાયર ફાઇટરો પોતાના વાહનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાતા કામદારોમાં હાશકારાની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે હજી સુધી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદ : મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને પોલીસે તમંચા સાથે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : ઇખર ગામ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઉમરપાડાના નસારપુર ગામથી ઇકો કારની ચોરી કરેલ ત્રણ ઇસમો નાસિકમાંથી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!