Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત

Share

પોલીસે આરોપીની અટકાયત કરી

અંકલેશ્વરમાં કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજા પામેલ શખ્સનું વડોદરા ખાત્તે સારવાર દરમ્યાન મોત થયું.

Advertisement

અંકલેશ્વર ઓ.એન.જી.સી ઝૂપડપટ્ટીમાં રહેતા સિંગ ભગવાનભાઈ ની સાથે કેબિનની જગ્યા અંગે રણજીત સિંગ, સુજીત સિંગ, ફાટક શાહ તેમજ બાલીસ્ટર સિંગની બોલાચાલી થઇ હતી. ઉગ્ર બોલાચાલી દરમ્યાન ચારેય સિંગ ભગવાનભાઈ પર લોખંડની પાઈપ લઈને તૂટી પડતા માથા અને બરડાના ભાગે ઈજા થઇ હતી.

આ દરમ્યાન ભગવાન સિંગની પત્ની દેવંતિ દેવીએ પોતાના ભાઈને બોલાવતા તેઓએ ઈજાગ્રસ્ત ભગવાન સિંગ ને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ઈજા ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતો.

વડોદરા ખાતે સારવાર દરમ્યાન એક અઠવાડિયા બાદ વહેલી સવારે ભગવાન સિંગનું પ્રાણપંખેરૂ ઉડી જતા તેનું મૃત્યુ થયું હતું.

અંકલેશ્વર સિટી પોલીસે બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી અઆગલાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(યોગી પટેલ)


Share

Related posts

પટના બાંદ્રા એક્સ. ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ

ProudOfGujarat

दिलजीत दोसांझ ने सूरमा के क्रू सदस्यों के साथ लिया इफ्तारी का आनंद!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં દૂરથી ચાલતાં આવતા કામદારો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી.

ProudOfGujarat
error: Content is protected !!