Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સોનાનાં કારીગર નું ભેજાબાજ 82 હજાર ઉપરાંતનું સોનુ સેરવી ગયો …

Share

અંકલેશ્વર શહેરનાં જોષીયા ફળીયા ના સોનાનાં દાગીનાં બનાવતા કારીગરની નજર ચૂકવીને એક ભેજાબાજ 82,770 રૂપિયા સોના ની ઉઠાંતરી કરી ને ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર જોષીયા ફળીયામાં રહેતા મુળ મહારાષ્ટ્ર નાં વિનોદભાઈ ભરતભાઈ શિંદેને તારીખ 29નાં રોજ બપોરે અંકલેશ્વર ના કબીર આશ્રમ પાસે પંચાતી બજાર ખાતે રહેતા મુન્નાભાઈ બંગાલી તેમની ઓફિસ પર આવ્યા હતા, જ્યાં રફ સોનાની રની જેમાં શુદ્ધ સોનાનું વજન 26,700 ગ્રામ કિંમત રૂપિયા 82,770 બદલાવ માટે આવ્યા હતા અને તેની અવેજમાં શુદ્ધ સોનુ તેટલા જ વજનનું વિનોદભાઈ શીંદે મુન્નાભાઈને આપતા તેમની નજર ચૂકવી મુન્નાભાઈ પોતાની સાથે લાવેલ સોનાની રની પણ નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Advertisement

બનાવ સંદર્ભે વિનોદભાઈ શિંદે દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુન્ના બંગાલી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હતી. અને મુન્ના બંગાળીની ધરપકડ કરીને પોલીસે ચોરેલું સોનુ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે


Share

Related posts

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

ProudOfGujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

ઝઘડીયા GIDC ની ConAgra food કંપનીમાં પગાર વધારો મુદ્દે કામદારોની હડતાળ.

ProudOfGujarat
error: Content is protected !!