Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

Share

અંકલેશ્વર નાં કોસમડી ખાતે આવેલા કુમકુમ બંગ્લોઝનાં મકાન નંબર 21ને નિશાન બનાવી તસ્કરો અંદાજે રૂપિયા 1.70 લાખનાં દાગીનાની તસ્કરી કરીને ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર નાં કોસમડી ખાતે આવેલ કુમકુમ બંગ્લોઝનાં મકાન નંબર 21માં રહેતા ચિત્રકાન્ત ત્રિલોકનારાયણ દાસનાં નું ઘર તારીખ 23 થી 29મી જાન્યુઆરી દરમિયાન બંધ રહેતા તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતુ,અને મુખ્ય દરવાજાનું તાળુ તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા,અને બેડરૂમમાં રહેલા કબાટ માંથી સોના -ચાંદીનાં દાગીના મળીને કુલ રૂપિયા 1.70 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતા.

ચોરી ની જાણ ઘરે આવતા ચિત્રકાન્ત ત્રિલોકનારાયણ દાસને થતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી..પોલીસે તેઓની ફરિયાદનાં આધારે તસ્કરોનું પગેરુ મેળવવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર માં વધી રહેલા ચોરી ના બનાવો થી પોલીસ માટે પડકાર ઉભો થવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરુચ નેશનલ હાઇવે પર આવેલ કાકા પાર્કિંગ હબમાં એક ટ્રકનાં ચોરખાનામાં છુપાવેલ લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat
error: Content is protected !!