Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

માર મારતો વિડીઓ સોસ્યલ મીડિયા પર અપલોડ કરતા પોલીસ ફરિયાદ પદ્માવતી ફિલ્મ જોવાની વાત કરતા બાદમાં માફી મંગાવી માર માર્યો હતો

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ જલધારા ચોકડી પર ચા નાસ્તો કરવા ગયેલ કોસમડીનાં શખ્સનો પદ્માવતી ફિલ્મ જોવા જવાની વાત મોબાઈલ પર કરતા બે વ્યક્તિઓએ માર મારી તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

અંકલેશ્વરના કોસમડીમાં આવેલ ગાયત્રી ચેમ્બર્સ માં રહેતા ઉપેન્દ્રસિંહ જાદવ ૨૪ મી જાન્યુઆરીની સવારે જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેના શોપિંગ સેન્ટરમાં ચા નાસ્તો કરવા માટે ગયા હતા.

Advertisement

તે દરમ્યાન તેઓના મોબાઈલ પર વડોદરા થી તેમના મિત્રનો કોલ આવ્યો હતો. અને પિક્ચર જોવા જવું છે અને ફિલ્મ પદ્માવતી નો ઉલ્લેખ કરતા ત્યાં રહેલા ભાર્ગવસિંહ તથા અન્ય એક શખ્સે મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરી લીધું હતું. આ બાદ પાસેની દુકાનમાં લઇ જઈને માર મારને વિડીયો ઉતારી લઇ માફી માંગવા જણાવ્યું હતું. માફી માંગી લેતા ઉપેન્દ્રસિંહ જાદવને જવા દીધો હતો. પરંતુ આ બાદ આ શખ્સોએ ઉપેન્દ્રસિંહનો માર મારવાનો વિડીયો વોટસએપ અને ફેસબુક પર અપલોડ કરી નાખ્યો હતો. આ અંગે ઉપેન્દ્રસિંહનાં વાસદના આણંદ ખાતે રહેતા મિત્ર અતુલભાઈ ઠક્કરે આવો વિડીયો સોશ્યલ મીડિયા પર આવ્યો હોવાની જાણ કરી હતી.  જે બાદ હતાશ થઇ ગયેલ ઉપેન્દ્રસિંહ યાદવે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ ઈ મેઈલ થી ફરિયાદ કરી હતી. તે ઉપરાંત વડોદરા પોલીસ કમિશ્નર ને પણ ફરિયાદ કરી આરોપીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવાની માંગણી કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.એસ.આઈ જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

ProudOfGujarat

સુરત : ઉમરપાડાના વાડી ખાતે નિર્માણાધિન ધો.૬ થી ૧૨ સૈનિક શાળાનું નિરીક્ષણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.

ProudOfGujarat

નર્મદામાં આજે કોરોનાનાં 45 કેસ નોંધાયા.

ProudOfGujarat
error: Content is protected !!