Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો

Share

અંકલેશ્વર સ્થિત અને લાયન્સ કલબ સંચાલિત લાયન્સ સ્કૂલનો રજતજયંતી સમારોહનું આયોજન તા. ૨૬મી જાન્યુઆરીના રોજ કરાયું હતું.

નોંધનીય છે કે પ્રતિવર્ષ યોજાતા અને રાજ્યકક્ષાએ પણ વ્યાપક પ્રસિદ્ધિ પામનાર અંકલેશ્વર લાયન્સ કલબના ગરબામાંથી આવક સ્કૂલ પાછળ જ ખર્ચાય છે. આવી પ્રતિષ્ઠિત લાયન્સ સ્કૂલને ૨૫ વર્ષ પૂર્ણ થતા તેના રજતજયંતી મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરાયો હતો તેમજ શાળાના ભૂતપૂર્વ ચેરમેનોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નાં કે.પટેલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં મેનેજીંગ ડીરેક્ટર જીતેન્દ્ર મેઘજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રંગારંગ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ અને ગીત – સંગીત રજુ કર્યા હતા. જેને ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોએ બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ જીતેન્દ્ર પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 


Share

Related posts

સુરતના લાલગેટ પો.સ્ટેશન વિસ્તારમાં ન જેવી બાબતે મહિલાની હત્યા.

ProudOfGujarat

બુટલેટરોના બાતમીદાર બે ઘર ભેગા

ProudOfGujarat

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.

ProudOfGujarat
error: Content is protected !!