Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

Share

અંકલેશ્વરનાં અમરતપુરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ પર અંકલેશ્વર શહેર પોલીસે તવાઈ બોલાવી હતી. જેના કારણે બુટલેગરોમાં દોડ ધામ મચી ગઈ હતી.

અંકલેશ્વર શહેર પોલીસ પી.આઈ. જે.જી અમીન દ્વારા અમરતપુરા ગામની સીમમાં અમરાવતી ખાડીની આજુબાજુમા ત્રાટકી 9 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી. રૂપિયા 1.20 લાખનો 60,000 લીટર વોશ નો નાશ પણ કર્યો હતો.જ્યારે 1500 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 30,000 નો ઝડપી પાડ્યો હતો. પોલીસ દરોડા જોઈ ભઠ્ઠીઓ રેઢી મૂકી ૯ બુટલેગરો ફરાર ગયા હતા. આ ઉપરાંત ગામમાજ પ્રદીપ વસાવા નામના ઇસમના મકાનમાં દરોડા પડતા ત્યાં  ગોળ પાવડર, અખાદ્ય ગોળ અને નવસાર જે  દેશી દારૂ બનાવા વપરાય છે તેનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે એફ.એસ.એ. ને બોલવામાં આવતા તે અખાદ્ય ગોળ સહીત જથ્થો હોવાની જાણ આપતા પોલીસે કુલ 86.હજાર ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો અને પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી પાડવાના કવાયત હાથ ધરી હતી. પોલીસે ફરાર તમામ બુટલેગરોને ઝડપી પાડવા માટેનાં  ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મકતમપુર પોસ્ટ ઓફિસથી નદી તરફ જવાના માર્ગ પર ગંદકીનાં પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભારતના સૌથી અમીર મહાગણપતિ ! 66 કિલો સોના અને 295 કિલો ચાંદીમાંથી બનાવ્યા

ProudOfGujarat

ઉમરપાડામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!