૨૬ મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને આ ઉજવણી પૂર્વે અંકલેશ્વર શહેરના કેટલાક માર્ગો પર શ્રમજીવીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરીને રોજી કમાઈ લે છે આમાંથી રાષ્ટ્રધ્વજ નું વેચાણ કરતા એક શ્રમજીવીને પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજ વિષે પૂછતા તેને કહેલ કે, સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન કરતી કંપનીઓને પ્લાસ્ટીકના ધ્વજને બદલે કાપડ અને કાગળના ધ્વજનું ઉત્પાદન કરવા જાહેરનામું બહાર પાડ્યું. આથી આ કંપનીઓ દ્વારા પ્લાસ્ટિક નાં ધ્વજનું ઉત્પાદન બંધ કરીને દેશના પ્રદૂષણમાં ઘટાડો અને રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હતું તે અટકી જશે. પ્લાસ્ટીકના ધ્વજ કરતા કાપડ અને કાગળના ધ્વજ સસ્તા અને સારા હોય છે.
૨૬ મી જાન્યુઆરી બાદ પ્લાસ્ટીકના ધ્વજ રોડ રસ્તા ઉપર નજરે જોવા પડે છે પરંતુ હવે કાપડ અને કાગળના રાષ્ટ્રધ્વજ આવે ગયા હોવાથી પ્રદૂષણ નહિ થાય અને રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહેશે. અંકલેશ્વરના કેટલાક માર્ગો ઉપર આ રીતે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરતા અને લેનાર ભારત વાસીઓમાં એક દેશ પ્રેમની લાગણી અને દેશભક્તિ જતાવા માટે પોતાની કાર અને મોટર સાયકલ પર નાના ધ્વજ ખરીદીને દેશને એક અલગ રીતે દેશ પ્રત્યેની દેશભક્તિ અને લાગણી બતાવે છે.
દરેક દેશ વાસીઓને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે ૨૬ મી જાન્યુઆરીના પર્વ બાદ દેશના નાંનાં મોટા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવે છે.
(યોગી પટેલ)