અંકલેશ્વર ખાતે જીતાલી ગામમા વીજ કંપનીના નીચે લટકાતા વીજવાયર ટેન્કર સાથે ભેરવાઈ ગયા હતા જેના કારણે વાયરો ખેંચાઈ રોડની બાજુમાં આવેલ વીજ થાંભલો તૂટીને નીચે પાડવા જઈ રહ્યો હતો તે જ સમયે બે યુવક સુઝુકી વેગો બાઈક પર નીકળી રહ્યા હતા દરમ્યાન પાછળ બેઠેલ ખરચી ગામનો યુવક ઉપર થાંભલો પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલક ને પણ ઇજા પહોંચવ પામી હતી અને તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અમિત વસાવા રહેવાસી ઝગડિયા તાલુકાના ખરચી ગામના હતા જેઓ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતેથી ગેસ નો બોટલ લઈ જતા હતા. દરમ્યાન સામે થી આવતા પાણી ભરેલ ટેન્કર સાથે વીજ કંપનીના નીચે લટકતા વાયર ખેંચાઈ જતા રોડ ની બાજુમાં આવેલ વીજ કંપનીનો વીજ થાંભલો તૂટી ને ત્યાંથી પસાર થતા બાઈક પર પાછળ બેઠેલા ખરચી ગામ ના ભરત જસવંત વસાવાના માથા ના ભાગે પડતા ભરત વસાવા નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થવા પામ્યું હતું. બાઈક નંબર જીજે ૧૬ બીએલ ૮૮૭૯ પર અમિત વસાવા સાથે બાઈક પર પાંચાલ બેસેલા ભરત વસાવા જીતાલી ગામ પાસે પહોંચવાના સમયે જ ઘટના બનતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અમિત વસાવાને સામાન્ય ઈજાઓ થતા ગામનાં લોકોએ તાત્કાલિક જીતાલી ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.
ત્યારે બીજી બાજુ પાણી ભરેલ ટેન્કર પણ રોડ ની બાજુ મા આવેલ વીજ કંપની ના ટ્રાન્સફરમા ઘુસી ગયુ હતું. અને ત્યાં રહેલ ઝાડી જાખરામા આગ લાગી હતી. જીતાલી ગામનાં લોકો એ તરત માટી નાખી ને આગપર કાબુ મેળવ્યો હતો જેથી બીજી જાનહાની થવા થી બચી હતી પરંતુ ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ટેન્કર મૂકી ફરાર થઇ ગયો હતો. તો આ કાર્ય માં જવાબદાર કોણ ટેન્કર ચાલક કે વિજ કંપની ?? વિજ થાંભલા ની વાયર નીચે લટકતા હોવા છાતા કેમ કંપની વાળાએ ધ્યાન ના આપ્યું અને એક યુવક ને પોતાની જાન ગુમાવી પડી આ બેદરકારીનો જવાબદાર કોણ ??
સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં કરતા પોલીસે દોડી આવી આગળની તપાસ શરુ કરી હતી.