અંકલેશ્વર તાલુકાના નૌગામની સીમમાં આવેલ ટી.એસ.જી પ્રીકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં કોમ્યુટર અને તેના પાર્ટસની ગત રોજ ચોરી થઇ હતી.
ટી.એસ.સી ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ રાત્રીના પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા નટુભા કનુભાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કંપનીના આર.એમ.સી પ્લાન્ટમાં ચોરી થઇ હતી. આ પ્લાન્ટમાંથી કોમ્પેક કંપનીનું કોમ્યુટર, સીપીયુ, માઉસ, કી બોર્ડ, યુ.પી.એસ ની ચોરી થઇ હતી અંદાજિત ૨૦,૦૦૦ની મત્તાની ચોરી કોઈ અજાણ્યો ઇસમ કરી ગયો હતો.
વધુમાં ફરિયાદી એ પોલીસને જણાવ્યું હતું કે આ અગાઉ પણ ચાર પાંચ દિવસ પહેલા આ જ કંપનીમાંથી વેલ્ડીંગ મશીન, કટાર મશીન, સાફટ કોપર ૬૦ કિલો ની ચોરી થઇ હતી જેની અંદાજિત કિંમત ૩૬,૦૦૦ થાય છે. ફરિયાદીએ કોમ્પ્યુટર સાધનો તથા વેલ્ડીંગમશીનરી તથા અન્ય સામગ્રી મળી કુલ ૬૫,૦૦૦/- નાં માલમત્તાની ચોરી અંગેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી હતી.
અંકલેશ્વર પંથકમાં વધતા જતા ચોરીના બનાવો પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ અંગે યોગ્ય પગલા બ્રાય તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.