Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભડકોદ્રા રોડ પરથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઈ

Share

અંકલેશ્વરનાં ભડકોદ્રા પાસેથી રૂપિયા દશ હજાર ઉપરાંતના વિદેશી દારૂ ભરી રીક્ષા ઝડપાઈ જવા પામી હતી પરંતુ ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ભડકોદ્રા પાસેથી ગામમાં જવાના રોડ પરથી શંકાસ્પદ હાલતમાં રીક્ષા જણાતા તેની તપાસ હાથ ધરી હતી. તપાસમાં રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૮૦૮૦ માંથી ૧૮૦ એમ.એલની ૧૦૮ નંગ દારૂની બોટલો મળી આવી હતી.

Advertisement

પોલીસે રૂપિયા ૧૦,૮૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા ૮૦,૦૦૦/- ની રીક્ષા મળી કુલ રૂપિયા ૯૦,૮૦૦/- નાં મુદ્દામાલ જપ્ત કરી રીક્ષાચાલકની શોધ આદરી છે. જેના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આગળની તપાસ પી.એસ.આઈ જે.કે ડાંગર ચલાવી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ શહેરની શ્રદ્ધા સોસાયટીનાં એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લઇ ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાળામુખી માતાજી મંદિર નો 16મી સાલગીરી મહોત્સવ 21/4/24 રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ProudOfGujarat

પાલેજ સ્થિત મદની હૉલમાં શોહદાએ કરબલાની યાદમાં બયાનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!