Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

કાપોદ્રાના પ્રોવિઝન સ્ટોર્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામના એક કોમ્પલેક્ષના પ્રોવીઝન સ્ટોરમાંથી રૂ! ૬૮૦ ની કીંમતની દારૂની બોટલો દારૂની બોટલો એક આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કાપોદ્રા પાટિયા પાસે આવેલ વેદ કોમ્પલેક્ષનાં ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સ ધરાવતા આશુલ્લાલ ડીડવાણીયા ને વિદેશી દારૂની બોટલો રાખી હોવાની બાતમી પોલીસને મળી હતી.

Advertisement

બાતમીના આધારે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલ વિદેશી દારૂની ૭૫૦ મી.લીની બે બોટલ તેમજ ૧૮૦ મી.લીની એક બોટલ મળી આવી હતીએ. પોલીસે કુલ રૂ!.૬૮૦ નાં વિદેશી દારૂ સાથે આરોપી આશુલાલ ડીંડવાણિયાની અટકાયત કરી છે. તો તેમને આ દારૂ પૂરો પાડનાર અંકલેશ્વરના કૃણાલ મોદીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

(યોગી પટેલ)


Share

Related posts

ગોધરા શહેરની સાંપા રોડ વિસ્તારમાં આવેલી તુલસીધામ સહિતની સોસાયટીઓ આગળ પાણી ભરાતા રહીશો પરેશાન.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ દ્વારા ગતરોજ તાલુકાનાં માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાનાં એક ઈસમને દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધો.

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat
error: Content is protected !!