કે.ઈ.સી કેમ્પસ અંકલેશ્વર ખાતે શ્રી મણીલાલ હરીલાલ કડકિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કુસુમબેન કડકિયા આંતર કોલેજ નિબંધ/વકૃત્વ સ્પર્ધા નું આયોજન થયું છે.
એમ.એચ.કે.સી ટ્રસ્ટનાં ચેરમેન શ્રી પંકજભાઈ કડકિયા એ કાર્યક્રમનું સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આચાર્યશ્રી ડો.ટી.ડી.તિવારી એ સ્વાગત પ્રવચન તથા ડોક્ટર જી.કે.નંદાએ નીર્નાયાકોનો પરિચય આપ્યો હતો. સ્પર્ધાના નિયમોની જાણકારી પ્રોફેસર અર્પિત દવે એ આપી હતી. નિર્ણાયક તરીકે વી.એન.એસ.જી.યુ સુરત ગુજરાતી વિભાગના સીનીયર પ્રો. ડો. જશુ ભા ઈ પટેલ તથા એમટીબી કોલેજ સુરત અંગ્રેજી વિભાગના ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કોલેજોથી આવેલા સ્પર્ધકોએ (૧) રામાયણ :- સાહિત્ય કે ઈતિહાસ (૨) પ્રવર્તમાન સેમેસ્ટર પદ્ધતિ આધારિત શિક્ષણ વિદ્યાર્થી માટે સહાયક કે નુકશાનકારક (૩) શું વીજ્ઞાન માનવજાત માટે ખતરો છે ? આ વિષય ઉપર વકૃત્વ આપ્યું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આરઝુ દેસાઈ, પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરત દ્વિતીય વ્હોરા સાહિનાબાનું સતાર ભાઈ સ્વામીનારાયણ ગુરૂકુલ અંકલેશ્વર તૃતીય જાનકી શાહ જે.એમ.શાહ કોલેજ જંબુસર.
કડકિયા આંતર કોલેજ વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના વિદ્યાર્થીઓની ૯ મી ફેબૃઆરિએ અત્રે આયોજિત સંસ્થાપક દિન વ્યાખ્યાન સમારોહમાં વીર નર્મદા સાઉથ ગુજરાત યુનીવર્સીટી સુરત નાં કુલ પતિ શ્રીના વરદ હસ્તે ઇનામ એનાયત થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસે ડીબેટ કમિટીનાં અન્ય સદસ્યો પ્રો.પ્રવીણ પટેલ, ડો. વર્ષા પટેલ, પ્રો. સોનલ કાબરા તથા વિપિન જોશી, પ્રો.ગજેન્દ્ર ગોહિલ, રાજેશ સોલંકી, વિશાલે વ્યાસ, પ્રો.મિસબા સર, પ્રો. જશવંત ભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.