અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કોન્ટ્રાકટ કંપનીમા ફરજ બજાવતા ૪૦ થી ૬૦ સીક્યુરીટી જવાનોના પી.એફ ના નાણા ઘણા સમયથી ભરવામાં આવતા કોન્ટ્રાકટર સામે મોરચો માંડી આ અંગે નોટીફાઇડ એરિયા ઓફિસમાં રજૂઆત કરી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં સ્ટીંગ ઇન્ટેલિજન્ટ સિક્યુરિટી પ્રાઈવેટ લીમિટેડમાં નોકરી કરતા ૪૦ થી ૬૦ જેટલા કર્મચારીઓ વિવિધ સ્થળે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જેઓના છેલ્લા બે વર્ષના પી.એફ નાં નાણા કોન્ટ્રાક્ટર દ્વારા જમા કરાવવામાં આવ્યા નથી.
આ અંગે સિક્યુરિટી કર્મચારીઓએ આ અંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશોસિયેશનના રમેશ ભાઈ ગાભાની તેમજ રમેશભાઈ પટેલને સમક્ષ રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં તેઓએ કોન્ટ્રાક્ટરને નોટિફાઈડ દ્વારા નાણા ચૂકવી દેવામાં આવ્યા છે ટો પી.એફ કેમ ન ભરાયું ત્યારે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક આ કર્મચારીઓની પડતર માંગણીઓ મુજબ પી.એફ નાં નાણા ભરી દેવા તાકીદ કરાશે તેમ કહ્યું હતું.
રાત દિવસ એક કરી ટાઢ તડકો જોયા વિના ફરજ બજાવતા સિક્યુરિટીગાર્ડના હક્કના નાણા ચૂકવી દેવામાં આવે ટે જરૂરી છે સાથો સાથ આ રીતે જી.આઈ.ડી.સી ની અન્ય કંપનીમાં પણ પી.એફના નાણા ભરવાના અખાડા કરતી હોય છે ત્યારે તંત્ર તાત્કાલિક આવે કંપનીઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.
(યોગી પટેલ)