Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

Share

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળે આવી પોહચેલ ફાયર ફાયટરોએ ભારે જહેમત ઊઠાવી આગ પર કાબુ મેળવામાં સફળ રહ્યા હતા.

આ આગને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. અંદાજે ૬૦૦૦ જેટલા પુણા આગમાં બળી ગયા હોવાની ચર્ચા છે. આગના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આગ કયા કારણસર લાગી છે તે અંગે ખેડૂતો પોલીસ મથક ખાતે અરજી આપવાની વિચારણા કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સતત બે દિવસથી અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવોના કારણે લોકોમાં તર્ક વિતર્ક સર્જાયા રહ્યા છે.

Advertisement


Share

Related posts

માંગરોળમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ભાજપ આગેવાનોએ દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા ગામે વીજળી પડતા ૩૧ વર્ષીય યુવકનું ગંભીર રીતે દાઝી જતા મોત.

ProudOfGujarat
error: Content is protected !!