અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોવાનો ધીકતો ધંધો ચાલતો હોવાનું અને આ કેમિકલયુક્ત પાણી જાહેરમાં કેટલાક તત્વો છોડી રહ્યા હોવાનું ફરિયાદો ઉઠવા પામી છે. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં રેલ્વે લાઈનને અડીને આવેલા ગોડાઉનામાં ગતરોજ ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગમાં કેમિકલયુક્ત બેગો સળગી જતા પ્રદૂષિત વાતાવરણ સર્જવા પામ્યું હતું.
આ વિસ્તારમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો ગેરકાયદેસર રીતે ધોવામાં આવતી હોવાની જાણ થતા એસ.ડી.એમ રમેશ ભગોરા, મામલતદાર ગોહિલ સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અને જાહેરમાં પાણી છોડવા સામે નાયબ કલેકટરે ભડકોદ્રા ગ્રામ પંચાયતના તલાટીને તાત્કાલિક પાણીનું જોડાણ કાપીને બેગો કઈ કંપનીમાંથી લાવવામાં આવે છે તેની તપાસ કરવા જણાવ્યું છે.
આ બાદ જીપીસેબી નાઆધીકારીઓ એ પણ સ્થળ મુલાકાત લઇ પગલા ભરવાની બાંહેધરી આપી હતી.અવાર નવાર આ રીતે કેમિકલયુક્ત પાણી અલગ અલગ જગ્યાએ હવે નીકળવાનો સિલસિલો અંકલેશ્વરમાં ચાલી રહ્યો છે. ત્યારે આવી પ્રવૃતિમાં રોક નહિ લગાવાય તો અંકલેશ્વર વિસ્તારમાં પીવાના પાણી નહિ મળે તેમ લાગે છે ત્યારે આ અંગે જવાબદાર તંત્ર સર્ચ ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરી રહી છે.
યોગી પટેલ