Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરની અંબેવેલી સોસાયટીમાં પાચ લાખ ઉપરાંત ની ચોરી..

Share

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી અંબેવેલી સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા 5 લાખ ઉપરાંત ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર ના વાલિયા રોડ પર આવેલ અંબેવેલી સોસાયટીનાં મકાન નંબર B / 58માં રહેતા જયદેવસિંહ મહારાઉલજી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પરિવારજનો સાથે સુરત ગયા હતા.

Advertisement

ઘર ઉત્તરાયણની તહેવારો માં બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યૂ હતુ,અને ઘરનાં મુખ્ય દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો,અને કબાટમાં મુકેલા 14 તોલા સોનાનાં દાગીના કિંમત રૂપિયા 4.20 લાખ અને રોકડા રૂપિયા 1 લાખ મળીને કુલ રુપિયા 5.20 લાખની મદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.

સુરત થી ઉત્તરાયણ બાદ ઘરે પરત ફરતા જયદેવસિંહને ચોરી અંગેની જાણ થઇ હતી, અને તેઓએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને ચોરી અંગેની જાણ કરી હતી.

જીઆઇડીસી પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધીને FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્ર ગતિમાન કરયા છે.


Share

Related posts

ભરૂચ : શક્તિનાથ વિસ્તારમાં રોડ વચ્ચે પડેલ ખાડામાં ઈંટો ભરેલ ટ્રક ફસાઇ.

ProudOfGujarat

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠયું.

ProudOfGujarat

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat
error: Content is protected !!