Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આજ રોજ બપોરના ૨ થી ૩ નાં ગાળા દરમ્યાન અંકલેશ્વરથી વાલિયા તરફ જતા અને વાલિયાથી અંકલેશ્વર સીટી તરફ જતા રોડ પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વાહનની કતારો ૧ થી ૨ કિલોમીટર જેટલી લાંબી હતી. આ ટ્રાફિક જામ સર્જાવાની પાછળ વાલિયા ચોકડી પર આવેલ બ્રિજની નીચે ટ્રાફિક જવાનો અને બીટીઈટી નાં સ્ટાફના અભાવને કારણે અને સ્થળ પર હાજર ન હોવાથી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

ટ્રાફિકના સ્ટાફના અભાવને કારણે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાથી વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક હટાવીને પોતાના વાહન કાઢી લીધા હતા. આ સમયે ટ્રાફિક સ્ટાફ અને બીટીઈટીનો સ્ટાફ સ્થળ પર ન હોવાથી વાહન ચાલકો અંદરો અંદર એક બીજા સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

અંકલેશ્વર : જી.ઈ.બી. ની બેદરકારી સામે આવી : વીજપોલ ખુલ્લા હોવાથી ઘોડાને કરંટ લાગતા મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર મેઘમહેર : આગામી સપ્તાહમાં ભારે વરસાદની આગાહી….!

ProudOfGujarat

ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!