Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વાલિયા ચોકડી પાસે જીપ મા આગ લાગતા દોડધામ..

Share

અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે એક ટેમ્પો ટ્રેક્સ જીપમાં અચાનક આગ લાગવા સાથે, આગ બાદ અચાનક જીપ દોડવા લાગતા આસપાસનાં લોકો મા ગભરાટ પૃસરી ગયો હતો.

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે એક ટેમ્પો ટ્રેક્સજીપ માં ઓચિંતા આગ લાગી હતી, અને સૌના કુતુહલ વચ્ચે જીપ અચાનક દોડવા પણ લાગતા પેટ્રોલ પંપ સહિત નજીકની હોટલમાં જમવા બેઠેલા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.જોકે જીપ એક દીવાલ સાથે ભટકાયને જાતે જ અટકી જતા પ્રથમ સ્થાનિક લોકોએ સળગતી જીપ પર પાણીનો મારો ચલાવીને આગ પર અંકુશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

આ ઘટનાને પગલે લોકોનાં જીવ પડીકે બંધાયા હતા, અને ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, સદનસીબે પેટ્રોલ પંપ નજીક હોવા છતાં મોટી દુર્ઘટના સર્જાતા બચી હતી.


Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે નાઇટ શેલ્ટર ઓન વ્હીલ બસની ડીઝલ ટેન્કમાંથી મોટી માત્રામાં ડીઝલ લીકેજ થઈ ઢોળાઈ રહ્યું છે.

ProudOfGujarat

અમદાવાદના હાઈ-ફાઈ એરીયામાં 29 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, થર્ટી ફર્સ્ટમાં ડ્રગ્સ પેડલરો થયા સક્રીય

ProudOfGujarat

રાજ્ય સરકારની 10 મી ચિંતન શિબિરનો એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ProudOfGujarat
error: Content is protected !!