Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આગ…

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી.

અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બેકાબુ બની હતી. અને ધુમાડાનાં ગોટે ગોટા વાતાવરણમાં ઉડતા આકાશ કાળુડિબાગ થઈ ગયુ હતુ. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટ જોવા મળતો હતો.

Advertisement

સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ અંગેની જાણ પાનોલી નોટીફાઈડ એરિયા ફાયર સ્ટેશન, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયરબ્રિગેડ ના લાશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, અને આગને કાબુમાં લેવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. અંન્કલેશ્વર ના એસ.ડી.એમ. ભગોડીયા, પી.એસ.આઇ.સકોરીયા તેમના સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરુ કરવામાં આવી છે. જોકે સ્ક્રેપનું ગોડાઉન હોવાનાં કારણે આગમાં કાયા પ્રકારનો કચરો સળગ્યો છે કે સળગાવાયો, તે જાણવું મુશ્કેલરૂપ બન્યું છે. પરંતુ કેમિકલ યુક્ત જોખમી કચરો આગમાં બળી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.


Share

Related posts

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ , જાણો શા માટે વ્રતની કરાઇ છે ઉજવણી ..?

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat
error: Content is protected !!