Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અને કોસંબા વચ્ચે શાકભાજી લઇ આવતી જીપમાં આગ લાગાતા ચકચાર મચી.

Share

અંકલેશ્વર અને કોસંબા વચ્ચે શાકભાજી લઇ આવટી જીપમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગના પગલે હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો.
 જાણવા મળ્યા મુજબ ગાડી શાકભાજી લઇ અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો ત્યારે મહિન્દ્રા પીકઅપ જીપ અંકલેશ્વર તરફ આવી રહી હતી દરમ્યાન નેશનલ હાઇવે પર ખરોડ અને ધમરોડ વચ્ચે એકાએક કેબીનમાં આગ લગતા પીકઅપ જીપ ચાલકે સમય સુચકતા વાપરી રોઝ ગાર્ડન પાસે પીકઅપ વાન ઉભી કરી દીધી હતી અને ત્યાં બાજુમાં આવેલ હોટલનાં માંલિક ની મદદ થી પાનોલી ફાયરને જાણ કરતા પાનોલી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી ન હતી. આગના પગલે હાઇવેનો અંકલેશ્વર તરફ આવતો માર્ગ થોડી વાર માટે બંધ કરવાની ફરજ પડી હતી જેથી થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાફિક સર્જાવા પામ્યો હતો. જ્યારે આગ કેવી રીતે લાગી તે તો હજુ સુધી ખબર પડી નથી પરંતુ સદભાગ્યે કોઈને જાન હાની થયેલ નહિ.

Share

Related posts

રાજકોટમાં તહેવારો ટાણે જ ડુપ્લીકેટ ઘીના બનાવટ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

સુરતમાં યુવતીનું જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાના વિરોધમાં કરજણમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પિત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભા મળી….* રોડ પરના ખાડા, રખડતાં

ProudOfGujarat
error: Content is protected !!