અંકલેશ્વર મા પતંગ પર્વ ની ઉજવણી. મા 28 વર્ષીય યુવાનને વીજ કરંટ લાગતા દાઝી જવાથી કરુણ મોતને ભેટ્યો હતો તો અન્ય એક બનાવમાં પણ યુવાન પતંગ લૂંટતી વખતે વીજ કરંટ થી દાઝી ગયો હતો.
અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણ પર્વે મુળ વાગરા તાલુકાનાં કેરવાડા ગામનાં વતની અને જૂનાદિવા રોડ પર આવેલ બોરવાડી ખાતે રહેતા 28 વર્ષીય દેવેન્દ્રસિંહ જાદવ ભરૂચીનાકા પાસેનાં કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા માટે દોડ્યો હતા.
તે દરમિયાન જીવંત વીજ તારને અડી જતા ઝાટકા સાથે વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા.અને જેના કારણે તેઓનું મોત નિપજ્યુ હતુ.
આ અંગે અંકલેશ્વર નગર પાલિકા ફાયર વિભાગમાં જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વીજ નિગમનો પુરવઠો બંધ થતા જ દેવેન્દ્રસિંહ નો મૃતદેહ વીજ તાર થી અલગ કર્યો હતો.
ધટના ની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ અને ડીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં અંકલેશ્વર ના હાંસોટ રોડ પર આવેલ શાન્તનું રોયલ પાર્ક ખાતે મજૂરી કરતા મૂળ દાહોદનાં શ્રમજવી પરિવારનો 20 વર્ષીય મુકેશ પરમાર નામનો યુવાન પતંગ લૂંટવા જતા તેનો પગ નજીકમા રહેલ વીજ ટ્રાન્સફોર્મરને અડી જતા દાઝી ગયો હતો.
જેને લોકોએ ગંભીર હાલતમાં 108ની મદદ થી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.