Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

બાકરોલ ની સીમ આવેલી ખુલ્લી જગ્યમા આગ લગતા અફરતફરીનો માહોલ સર્જાયો….

Share

અંક્લેશ્વરના બાકરોલ ખાતે આવેલ એસીયન માર્કેટની બાજુ મા આવેલી ખુલ્લી જગ્યા મા આગ ભભુકી ઉથતા દોડ્ધામ મચી જવા પામી હતી. પાનોલી ફાયર બ્રીગેડના જવાનોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બાકરોલના એશિયાને માર્કેટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બેગ તેમજ લાકડાનો મોટો જથ્થો પડ્યો હતો. તેમાં અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા ગભરાહટ સાથે દોડધામ મચી જવા પામી હતી. આગની જાન થતા પાનોલી ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્કર સાથે દોડી આવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જેના પગલે આસપાસના ગોડાઉન માલિકોના શ્વાસ હેઠા બેઠા હતા.

Advertisement

આગના પગલે જીપીસીબી ની ટીમ પણ દોડી આવી હતી અને સંતોષ ગુપ્તાની માલિકીની આ જગ્યામાં કચરો નાખવામાં આવ્યો હતો જ્યાં આગ લાગતા રહસ્ય સર્જાવા પામ્યું હતું.

અંકલેશ્વરના અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ તેમજ ભંગારના ગોડાઉન-માં અવાર નવાર લાગતા આગના બનાવો બનતા હોવા છતાં પણ આ રીતે ભંગાર ખડકવાની પ્રવૃતિમાં કોઈ રોક આવી હોય તેમ લાગતું નથી.


Share

Related posts

રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સનો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્ર પાસે આવેલ આદિત્ય નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે સામેના મકાનના સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો બાઈક પર જતા કેદ થયા છે

ProudOfGujarat

અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat
error: Content is protected !!