Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ધર પાસે લધુશંકા કરવા ના મુદ્દે ગોળી મારી હત્યા… સારંગપુર ની ધટના..

Share

અંન્કલેશ્વર ના સારંગપુર ની મારૂતિ ધામ મંગલદીપ સોસાયટી મા લધુશંકા બાબતે બે શખ્સો વચ્ચે થયેલા ઝગડા મા એકે ગોળી ધરબી દઇ બીજા નુ ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી. અંન્કલેશ્વર ના સારંગપુર મા આવેલ પરપ્રાંતીય પરિવારો ધરાવતી મારૂતિ ધામ મંગલ દીપ સોસાયટીમાં રહેતા કિશોર મંડલ સાથે છે લ્લા 3 દિવસ થી મુકેશ મંડલ સાથે મકાન પાસે લધુશંકા કરવાના મુદ્દે ઝગડો ચાલી રહ્યો હતો. જે બાદ બંને વચ્ચે ફરી ઝગડો થતા ઉશ્કેરાયેલા મુકેશે તમંચો કાઢીને 3 રાઉન્ડ ફાયરિંગ કરી કિશોર મંડલ ને લોહીલુહાણ હાલત મા છોડી ફરાર થઈ ગયો હતો. ફાયરિંગ ના પગલે લોકો દોડી આવ્યા હતાં. ધટના ની જાણ થતા જી.આઇ.ડી.સી. પોલીસ નો કાફલો પણ દોડી આવ્યો હતો. અને લોકટોળાં વિખેરી નાખી. મૃતદેહ ને પી.એમ. માટે રવાના કરી હત્યા કરી ફરાર થનાર મુકેશ મંડલ ને ઝડપી પાડવા ની કવાયત હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ખેડા : કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

રાજપીપળા : હરીપુરા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ.

ProudOfGujarat
error: Content is protected !!