Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના પદાધીકારેઓ અને અધિકારીઓ મળી કુલ ૧૦ જણ સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની માંગણી

Share

મનાઈ હુકમ હોવા છતાં જમીનમાં પાણીની લાઈનની કામગીરી કરવા સામે જમીન માલિકની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

અંકલેશ્વરનાં માસ્તર કમ્પાઉન્ડનાં રહીશ હસમુખ ભાઈ ઘીવાલાએ તેઓની જમીનમાંથી નગરપાલિકા દ્વારા કોર્ટના મનાઈ હુકમ હોવા છતા પાણીની પાઈપ લાઈનની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ સાથે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહીત એન્જીનીયર અને પોલીસ અધિકારી મળી કુલ ૧૦ સામેં કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી અંકલેશ્વર સિવિલ કોર્ટમાં કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

અંકલેશ્વરની હદમાં ખાતા નબર ૨૫૦ રે.સર્વે.નંબર ૫૦૧/૧ અને સર્વે નંબર ૫૦૨ ની જમીન અંકલેશ્વરના માસ્તર ફળિયામાં રહેતા હસમુખ ભાઈ ઘીવાલાની છે તેઓએ આ જમીનમાંથી નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન ન નાખવા અંગે ન્યાયાલયમાંથી આદેશાત્મક મનાઈ હુકમની અને જાહેરાતનો દાવો કર્યો ચી.

જેમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન સંદીપ પટેલ, પ્રમુખ મીના બેન પટેલ, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ તેમજ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઈ વિરુદ્ધ કોર્ટ દ્વારા તારીખ ૧૫/૦૨/૨૦૧૬ નાં રોજ જમીનમાં કાયદેસરની કાર્યવાહી અનુશર્યા વિના કાર્યવાહી કરે નહિ તેનું કામ ચલાઉ મનાઈ હુકમ કર્યો હતો. જે દાવાના આખરી નિકાલ સુધી વચગાળાનો મનાઈ હુકમ અમલમાં હોવા છતાં પણ આ અધિકારીઓ અને પદાધિકારીઓએ તેઓની જમીનનું ખોદકામ કરી પાઇપલાઈન નાખવાની કામગીરી ચાલુ કરી તે સમયે તેઓએ અટકાવવા જતા મનાઈ હુકમ હોવાનું જણાવવા છતાં પણ બદ્વ્ય્વાહાર કરી ધમકાવી કાઢી મુકેલા.

આ લોકોની કાયદા વિરુદ્ધની કામગીરી કરવામાં આવી હોય કોર્ટમાં તેઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીના પગલે અંકલેશ્વરના રાજકીય ક્ષેત્રે અને નગરપાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


Share

Related posts

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ ખાતે મંદિરની દેરી પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે કરી એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો શુભારંભ કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!