Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર મા તસ્કર રાજ.. 4 સ્થળે તસ્કરી…

Share

અંકલેશ્વર ના તિરૂપતિ કોમ્પલેક્ષમાં તસ્કરો 3 દુકાનનાં તાળા તોડી અડધા લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત અંન્કલેશ્વર જીઆઇડીસીની શ્રેયા એન્ટરપ્રાઇઝ માંથી પણ 20 હજાર ઊપરાત ની મતા નો હાથ ફેરો કરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની સામેની મહાવીર ટર્નીંગ પર આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષ માં આવેલ એ.ટુ ઝેડ સલૂન, તસ્કરો શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર થી 50000 રોકડની ચોરી કરી ગયા હતા.

Advertisement

આ ઉપરાંત બાજુ માઆવેલ ચકદે ફટદે નુ શટર ઉંચુ કરી અંદર થી 1500 થી 2000 રૂપિયાની મત્તા નો હાથફેરો ગયા હતા. તેમજ સ્પાઈસી ચાઈનીઝમાં થી પણ તસ્કરો 4000 થી 6000 રોકડા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તસ્કરો નુ પગેરું મેળવવા ની કવાયત હાથ ધરી હતી.

અન્ય એક બનાવમા જીઆઇડીસી ખાતે પ્લોટ નંબર 1921 પર આવેલ શ્રેયા એન્ટરપ્રાઇઝમાં તસ્કરોએ ઓફિસની પાછળની બારીનાં સળીયા કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં રહેલ રોકડ 20000 રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જીઆઇડીસી પોલીસ મથકે ઓફિસ સંચાલક શૈલેષભાઈ રમણભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં, 20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી.

ProudOfGujarat

નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

ProudOfGujarat

અંકલેશ્વર- પશુ-પ્રાણીઓની ચોરી કરતી ગેંગ સક્રિય બની,ત્રણ જેટલી બકરીઓ ચોરી કરી ચોર ફરાર…

ProudOfGujarat
error: Content is protected !!