જાણવા મળ્યા મુજબ માહિતીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામ પાસેથી જીઆઇડીસી પોલીસે એલ્યુમિનિયમ કેબલનો જથ્થો ભરીને જતી પીકઅપ વાન સાથે ચાલકની અટકાયત કરી કુલ રૂ! 4 લાખ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળી હતી કે બોલેરો પીકઅપવાન માં એલ્યુમિનિયમ ના કેબલનો જથ્થો ભરીને વાલિયા તરફ જઈ રહી છે જેના આધારે જીઆઇડીસી પોલીસે અંકલેશ્વર વાલીયા રોડ પર કોસમડી ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બોલેરો પીકઅપ વાન આવતા તેને રોકી તલાસી લેતા એલ્યુમિનિયમ ના કેબલ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અનિલ મહેશ વસાવા રહેવાસી વાલીયા તાલુકાના નલધરી ગામનાની શંકા નાં આધારે આ કેબલના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા તેની અટકાયત કરી હતી, જીઆઇડીસી પોલીસે 60 હજાર 500 ની કિંમત નો આશરે 605 કિલોગ્રામ કેબલ નો જથ્થો અને 4 લાખ ની કિંમત ની પીકઅપ વાન અને મોબાઈલ મળી કુલ રૂ! 4 લાખ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યોગી પટેલ