દિનેશ અડવાણી (ભરૂચ)
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ૭ મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – ૨૦૧૮ તા ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી એમ ત્રણ દિવસ માટે ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ, જીઆઇડીસી, અંકલેશ્વર ખાતે યોજાશે. ૧,૨૦,૦૦૦ સ્કેવર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનની અંદર નાના મોટા થઈને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ એક્ઝીબીશન સવારે ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. વધુમાં ૭ માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો નાં ચેરમેન પ્રવીણ તૈરયાએ જણાવ્યુ હતું કે આ એક્ઝીબીશનનું ઉદ્દઘાટન રાજ્ય સરકારના માનનીય – સહકાર, રમત-ગમત અને સાંસ્કૃતિક બાબતો થા વાહન વ્યવહારનાં મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થશે, જેમાં અતિથી વિશેષ તરીકે જીઆઇડીસીનાં ચીફ એન્જીનીયર શ્રી બી.સી.વારલી તથા ગુજરાત ગેસ લિમિટેડ, અંકલેશ્વરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી નીતિન પાટીલ ઉપસ્થિત રહેશે,
આ એક્ઝીબીશનમાં સરકારી ક્ષેત્રની એમ.એસ.એમ.ઈ, એન.એસ.આઈ.સી, ઇન્ડિયન રેલ્વે, ઇન્સ્ટીટ્યુટઓફ પ્લાઝમા રીસર્ચ, જી.એ.સી.એલ, હેવી વોટર પ્લાન્ટ – ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સહીત ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટીસાઈડસ, ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકાવિપમેન્ટસ, પોલ્યુશન કંટ્રોલ ઇકાવિપમેન્ટસ, ઇલેકટીરકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન એન્ડ ઇન્સટુમેશન, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવિધ ઉદ્યોગોએ ભાગ લીધેલ છે, આ એક્સ્પોમાં ૩૦૦ ઉપરાંત સ્ટોલ બુક થયેલ છે.
આ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની મુલાકાત ૫૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓ લેશે, તેવી અપેક્ષા છે. આ પત્રકાર પરિષદમાં એઆઇએના પ્રમુખ મહેશ ભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ઈકબાલ ભાઈ નાથાણી, સેક્રેટરી હરેશ ભાઈ પટેલ તથા ખજાનચી નટુભાઈ પટેલ હાજર રહ્યા હતા.