Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીમમાં કસરત કરવા ગયેલા યુવાનની બાઈક ચોરી

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રહેતો યુવાન બાઈક પાર્ક કરી જીમમાં કસરત કરવા જતા તેની બાઈકની ચોરી થઇ ગઈ હતી.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ શુભમ રેસિડેન્સીમાં રહેતો અભિષેક પાંડે મામલતદાર કચેરી પાસેના જીમમાં કસરત માટે ગયો હતો. જીમમાં કસરત કરવા જતા તેને પોતાની બાઈક જિમ પાસે પાર્ક કરી હતી.

Advertisement

જીમમાથી કસરત કરી અભિષેક પાંડે પરત આવતા પાર્ક કરેલ જગ્યા પર પોતાની બાઈક ન જોતા ગભરાઈ ને આમ તેમ શોધ ખોળ કરી હતી. પરંતુ તે ક્યાંયે મળી ન હતી. આથી અંતે પોતાની સ્પલેન્ડર બાઈક ચોરી થઇ હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

મામલતદાર કચેરી પાસેના સતત ધમધમતા વિસ્તારમાથી ગણતરીના સમયમાં બાઈક ચોરી થઇ જતા સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય સાથે ગભરાટ પ્રસરી જવા પામી છે.

 

 


Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

વાલીયાની ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat
error: Content is protected !!