હાસોટ ની પંડવાઈ સુગર ફેક્ટરીનાં વ્યવસ્થાપક મંડળની બેઠકમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે પુનઃ ઈશ્વરસિંહ પટેલ તેમજ વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ના એસ.ડી. એમ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ ચૂંટણી માં વ્યવસ્થાપક કમીટી સભ્યો જોડે બેઠક પણ યોજવા મા આવી હતી.
નવા સહકારી કાયદા હેઠળ સહકારી સંસ્થામાં પ્રતિ અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની હોય છે. જે નિયમ મુજબ હાંસોટ તાલુકાનાં પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી રમેશ ભગોરાની અધ્યક્ષતા હેઠળ ચૂંટણી યોજાઈ હતી
જેમાં વ્યવસ્થાપક મંડળનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ચૂંટણીમાં અંકલેશ્વર – હાંસોટનાં ધારાસભ્ય અને રાજ્ય સરકારનાં રાજ્યનાં સહકાર, રમત-ગમત, ખેલ, કલા અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને પુનઃ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
જયારે વાઇસ ચેરમેન તરીકે હિતેન્દ્ર પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તેમની બિનહરીફ વરણી બાદ ઉપસ્થિત સભાસદો તેમજ શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાને દેવા મુક્ત કરી રાજ્યમાં બીજા ક્રમનો ભાવ આપતી સંસ્થા કરી છે. અને આગામી દિવસોમા ગુજરાતની નંબર 1 સુગર ફેક્ટરી બને તે દિશામાં તેમજ ખેડૂતોને વધુ પોષણક્ષમ્ય ભાવ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.