Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે અંગત અદાવતમાં અંસાર માર્કેટ પરિવારનો વૃદ્ધા પર હુમલો કર્યો જે આરોપીની પોલીસે કરેલી અટકાયત

Share

મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં અંગત અદાવતમાં અંસાર માર્કેટના સોહેલ ચૌધરી તથા  અન્યોએ કારમાં જઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારામારી કરી ફરાર થઇ ગયા હતા.  પ્રથમ 3 આરોપી ઝડપી પાડ્યા બાદ ફરાર આરોપી ગત રોજ બાતમીનાં આધારે અંસાર માર્કેટ ઉમરવાડા ફાટક પરથી અટકાયત કરી હતી.

ઉમરવાડાના સુથાર ફળીયામા રહેવાસી અનિષા બેન સલિમ ભાઇ સૈલોટ ના ધરે અંસાર માર્કેટ ખાતેનાં રહેવાસી સોહેલ ચૌધરી, સબાના અલી શાહ ઉર્ફે રાજુ નસીમ તેમજ  નરૂ આલમ સ્વિફ્ટ કારમાં આવી પહોંચી બીભત્સ ગાળો બોલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા લોકો ભેગા થઇ ગયા હતા. જેમાં અનિષા બેન સલિમ ભાઇ સૈલોટની માતાને ધક્કો મારતા તેઓ પડી ગયા હતા અને પગમા ઇજા થઇ હતી આ દરમ્યાન આરોપી હુમલાખોરો લોક ટોળાને જોઇ કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસ મથક એ અનિષા બેન સલિમ ભાઇ સૈલોટ ની ફરિયાદ આધારે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રથમ સોહેલ ચૌધરીસબાના અલી શાહ ઉર્ફે રાજુ નસીમ ઝડપી પાડ્યા હતા જ્યારે નરૂ આલમ નામનો આરોપી ફરાર હતો જેને ગત રોજ બાતમી આધારે અન્સાર માર્કેટ ઉમરવાડા ફાટક પર પરથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે તસ્કરોનો તરખાટ.

ProudOfGujarat
error: Content is protected !!