અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ હેઠળ શાળાઓ હોસ્પિટલો અને હોટલોનું સર્વેઅણ હાથ ધરાયું હતું. જેમાં સરદાર પટેલ હોસ્પિટલ પ્રથમ ક્રમે રહી હતી.
શહેરી સ્વચ્છતા માં સુધારો લાવવા માટે શહેરોને ઉત્તેજના આપવાના મંગલાચરણ તરીકે મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ યોજવાનું નક્કી કરેલ છે. સ્વચ્છા ભારત મિશન હેઠળ બધા ૪૦૪૧ શહેરોણી શ્રેણી આપવા માટે આ સર્વેક્ષણ હાથ ધરવા સૂચવ્યું છે.
આ સર્વેમાં જન ભાગીદારી ખુબ જ મહત્વનું અંગ છે. આ અંગે નગરપાલિકા દ્વારા હોટલો, સ્કૂલો, હોસ્પિટલોનું સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવેલ જે અંગે ૩૦ હોસ્પિટલ ૧૨ હોટલો તથા ૨૫ શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક સરદાર પટેલ હોસ્પિટલ, બીજા નંબરે સાર્વજનિક હોસ્પિટલ તેમજ ત્રીજા ક્રમાંકે અદાણી આઈ હોસ્પિટલ આવેલ.
જ્યારે શાળાઓમાં પ્રથમ પ્રિયદર્શની શાળા દ્વિતીય કર્મે એસ.વી.એમ તેમજ ચૌટાબજાર કન્યા શાળા નંબર ૩ તેમજ હોટલોમાં લોર્ડ પ્લાઝા બીજા નંબરે ડીસન્ટ તેમજ ત્રીજા નંબરે આઈ.શ્રી ખોડિયાર હોટલ વિજેતા થયેલ છે. જેઓને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ અંતર્ગત ઇનામ એનાયત કરવામાં આવશે.