જોકે કંપનીમાં જ કામદારોને રહેવાની ફરજ પાડતા ભૂખ તરસ થી એક કામદારની તબિયત પણ લથડી હતી.અને મામલો વધુ બિચક્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં એક કામદારની રજા મુદ્દે મામલો બિચક્યો હતો,અને કામદારોએ કાળી પટ્ટી ધારણ કરીને તારીખ 28મી માર્ચે હડતાલ પર ઉતર્યા હતા,અને કંપની મેનેજમેન્ટનો હુરિયો બોલાવ્યો હતો.
હ્યુબેકમાં ફરજ બજાવતા અને યુનિયન લીડર જગદીશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે એક કામદારની મેનેજમેન્ટે રજા મંજુર કરી નહોતી,અને કામદારો સાથે અધિકારીઓએ ઉધ્ધતાય ભર્યુ વર્તન કર્યુ હતુ,તેથી કામદારોએ કંપનીમાં કાળી પટ્ટી ધારણ કરીને હડતાલ પર ઉતર્યા હતા,જોકે કામદારોને કંપનીએ જમવા ઉપરાંત પાણી પણ ન આપતા એક કામદારની તબિયત લથડી હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા હતા. જેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
જોકે મામલો વધુ પેચીદો બનતા કામદારો સાથે મેનેજમેન્ટે આખરે સમાધાનની પ્રક્રિયા કરી હતી,અને કામદારોની માંગણીને સ્વીકારતા મામલો થાળે પડયો હતો.અને કામદારો અને કંપની મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યુ હતુ.