પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ શાંતિનગર ખુલ્લા પ્લોટ મા મુકેલ લાકડા ના મોટા જથ્થા મા આજ સવાર ના કોઈક કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
શાંતિનગર-૧ ની સામે ખુલ્લા મેદાન મા અવારનવાર ત્યાં ના ભંગાર ના વેપારીઓ પોતાનો ભંગાર નો માલ ખાલી કરતા આવ્યા છે.અને અવારનવાર ત્યાં આગ ના બનાવ બનતા હોય છે.આજરોજ સવાર ના 5 વાગ્યા ની આસપાસ કોઈક કારણોસર લાકડા ના મોટા જથ્થા અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ભંગાર મા લાવેલ લાકડા નો વિશાલ જથ્થો આગ ની ચપેટ મા આવી જતા જોત જોતા મા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક રહીશો એ ફાયર વિભાગ ને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આગ ને કાબુ મા લેવા નું કામ હાથ ધર્યું હતું.સવાર ના સમયે હવા નું જોર વધુ હોવાથી આગ પણ વધુ ફેલાવા પામી હતી જેના લીધે ફાયર ના સ્ટાફ ને આગ ને કાબુ મા લેવા આકરા પ્રયાસો કરવા પડ્યા હતા.ફાયર વિભાગ ને આ આગ કાબુ મા લેવા ૩ કલાક પાણી નો મારો ચલાવો પડ્યો હતો.