અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ સહજાનંદ સોસાયટીને અડીને સરકારી જમીન આવેલી છે,જ્યાંથી સોસાયટીનો રસ્તો પણ પસાર થાય છે,પરંતુ આ જગ્યામાં એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ સહજાનંદ સોસાયટી નજીક સરકારી જગ્યા આવેલી છે.જે જગ્યામાં વર્ષોથી ભરત મખાભાઈ ભરવાડે ઝુંપડા બાંધીને અડિંગો જમાવ્યો હતો,અને પોતાના ઢોર પણ બાંધતા હતા.
જોકે આ દબાણ અંગે વારંવાર તંત્ર દ્વારા ભરત ભરવાડને નોટિસો આપીને દબાણ હટાવવા માટે જાણ કરવામાં આવી હતી,પરંતુ તેમછતાં દબાણ ન હટતા તંત્ર દ્વારા આખરે દબાણ દૂર કરવા માટે સખ્તાઇ પૂર્વક કામગીરી કરવામાં આવી હતી.
તારીખ 27મી માર્ચે અંક્લેશ્વર પીડબ્લ્યુડી , મામલતદારની ટીમ ,કોસમડી ગ્રામ પંચાયતનાં સરપંચ , તલાટી દ્વારા જીઆઇડીસી પોલીસને સાથે રાખીને ભરવાડે કરેલા દબાણને જેસીબી મશીન થી તોડી પાડવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે સહજાનંદ સોસાયટી પાસેની સરકારી જમીન પર સરકાર દ્વારા સિનિયર સીટીઝનો આરામનો સમય વિતાવી શકે તે માટે બેસવાની જગ્યા બનાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે